લેખક પરિચય
રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે MA તથા કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર PhD કર્યું છે. હાલમાં તે મુંબઈ યુનિવર્સિટીના ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશીપ સ્ટડીઝ(CIILS)ના ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. તેમનું પહેલું પુસ્તક Corporate Chanakya 2010માં પ્રકાશિત થયું ત્યારથી બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામતું રહ્યું છે. ભારતની અને વિદેશની બિઝનેસ સ્કૂલોમાં પણ તે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. તેનું ઑડિયો બુકમાં તથા ચાણક્યના શિક્ષણ વિશેની ફિલ્મરૂપે Chanakya Speaks નામથી રૂપાંતર કરવામાં આવ્યું છે. દસ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક ચાણક્ય Mind અને ચતુર ચાણક્ય Bestseller બન્યાં છે. મૅનેજમૅન્ટ અને ઔદ્યોગિક વિકાસનાં ક્ષેત્રોમાં તેમણે કરેલાં સંશોધન અને પ્રદાન માટે તેમને અત્યંત પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’ (2000) તથા ‘આવિષ્કાર ચાણક્ય ઇનોવેશન રિસર્ચ ઍવૉર્ડ (2013) આપવામાં આવ્યા હતા.
પ્રવેશ
શું તમારે ધનવાન બનવું છે? કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પણ દરેક માણસ ધનવાન બનવા માગે છે. જે લોકો ના પાડે છે તે કાં તો ખોટું બોલે છે, કાં તો પોતાની જાતને છેતરે છે. હકીકતે, દરેક માણસ પૈસો અને સત્તા ઇચ્છે છે. બસ, તેમને ધનવાન બનવાની રીત અને રસ્તાની ખબર હોતી નથી. બિલ ગેટ્સે કહ્યું છે, ‘જો તમે ગરીબ જન્મ્યા હો, તો એમાં તમારો દોષ નથી, પણ જો ગરીબીમાં મૃત્યુ પામો છો તો એ દોષ તમારો છે.’ સમય બદલાઈ ગયો છે. આજે આપણી પાસે એટલી બધી તકો છે કે તેનો ઉપયોગ કરીને ચીંથરેહાલ માણસ પણ માલેતુજાર બની ગયો હોય એવી ઘણી વાતો આપણને સાંભળવા મળે છે. દરેક વર્ગ અને કોમનાં સ્ત્રી-પુરુષો સત્તાના ઊંચા સ્થાને પહોંચી શકે છે અને ત્યાં ટકી શકે છે. પૈસાદાર વધારે પૈસાદાર બની શકે છે. સદ્નસીબે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે દરેક ક્ષેત્રમાં જોરદાર વૃદ્ધિ જોવા મળે છે. વિજ્ઞાનની પ્રગતિએ લોકોના જીવન પર જાદુઈ અસર કરી છે. કમ્યુનિકેશન ઝડપી અને બહુ સસ્તું થઈ ગયું છે. શિક્ષણ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. પ્રવાસો ઝડપી અને સસ્તા બન્યા છે. એક સમયે લક્ઝરી ગણાતા બાઇક અને કાર હવે જરૂરિયાત બન્યા છે. એરકન્ડીશનર, કમ્પ્યૂટર, મોબાઇલ ફોન વગેરે એક વખતની મોંઘી વસ્તુઓ આજે સૌને પોસાય એવી સરળ બની ગઈ છે. રેલવે સ્ટેશનની માફક ઍરપૉર્ટ પર પણ હવે સમાજના દરેક પ્રકારના લોકોની ભીડ જોવા મળે છે. ટૅક્નૉલૉજી અને તેના ઉપયોગનાં સાધનો વેફરના પૅકેટની જેમ સરળતાથી મળવા લાગ્યાં છે. ખાણીપીણીની ચીજો મળશે કે નહીં, એવી વાત કરવાનો સમય વીતી ગયો છે. હવે આપણે તેની ક્વૉલિટી વિશે વાત કરીએ છીએ. લોકો હવે ન્યૂટ્રિશન અને ડાયેટની ચર્ચા કરે છે. કુપોષણમાં ઊછરેલી પેઢીના લોકો હવે મેદસ્વિતા ઘટાડવાની ચિંતા કરે છે. હેલ્થકેર અને મેડિકલ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી છે. માણસની સરેરાશ આયુનું લેવલ ઊંચું જઈ રહ્યું છે. કેટલાય જીવલેણ રોગોના ઇલાજ શોધાયા છે અને તે સંપૂર્ણ રીતે મટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, વર્લ્ડ લેવલે સરેરાશ આયુમર્યાદા સિત્તેર વર્ષ સુધી પહોંચી છે. ઊંચું જીવનધોરણ, લાંબું સ્વસ્થ જીવન અને સંતોષકારક જિંદગી પર વિશેષ ધ્યાન અપાય છે. એકવીસમી સદીમાં, માત્ર જીવન ટકાવવા કરતાં તેના વિકાસ અને સાતત્ય પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. આમ છતાં, બધું બરાબર થઈ રહ્યું છે એવું માની લેવાની જરૂર નથી. હજી એવું નથી થયું કે માણસ રાતે ઝૂંપડામાં સૂઈ જાય અને સવારે ઊઠે ત્યારે મહેલમાં હોય! બધું કાંઈ રાતોરાત બદલાઈ જતું નથી. દુનિયામાં લાખો લોકોએ વરસો અને દાયકાઓ તથા અનેક પેઢીઓ સુધી કરેલી તનતોડ મહેનતનઆ માંના કેટલાંક લોકોના પ્રયત્નોની કદરરૂપે ઘણી સંસ્થાઓ તથા સરકારોએ ઍવૉર્ડ્સ કે ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું. તેમ છતાં, મોટા ભાગના લોકોના પ્રદાનની નોંધ લેવાઈ નથી. ઘણાં કુટુંબો અને સલાહકારોએ આ સ્વપ્નસેવીઓ અને શોધકોને આગળ વધવા માટે અને તેમનાં સપનાં સાકાર કરવા માટે પીઠબળ આપ્યું. પડદા પાછળ રહી ગયેલા આવા મૂક સાહસિકોને આપણે ભૂલવા ન જોઈએ. તો એક વ્યક્તિ તરીકે અને આપણી પેઢીના પ્રતિનિધિ તરીકે અહીં આપણું કર્તવ્ય શું હોઈ શકે? એનો જવાબ છે – સેવા.
આર્નોલ્ડ એચ. ગ્લાસોનો અભિપ્રાય હતો કે ‘એ માણસ સુખી છે જે જાણે છે કે ભૂતકાળમાંથી શું યાદ રાખવું, વર્તમાનનો કઈ રીતે આનંદ માણવો અને ભવિષ્ય માટે કેવું પ્લાનિંગ કરવું.’ ભૂતકાળમાં ડોકિયું કરવાથી આપણા વર્તમાનને સમજવામાં મદદ મળશે. વર્તમાનનો વિગતે અભ્યાસ અને નિરીક્ષણ કરવાથી ઉત્તમ ભવિષ્યના સર્જન માટે મદદ મળશે.
અઢળક આવકનું સાધન બની, કારણ કે બધાંને તેની જરૂર પડી. ધીરે ધીરે દુનિયા ટૅક્નૉલૉજી, પેટન્ટ અને બૌદ્ધિક સંપત્તિ(intellectual property)ના હક્ક તરફ આગળ વધી. આજે સંપત્તિનો અર્થ માત્ર નાણું કે મિલકત સુધી સીમિત રહ્યો નથી, પણ વિસ્તરીને ત્યાં સુધી પહોંચ્યો છે કે એવો કોઈ આઇડિયા કે જે સતત પૈસા કમાવી આપે. એડમ સ્મિથનું પુસ્તક ‘ધ વેલ્થ ઑફ નેશન્સ’, જેમાં તેમણે સંપત્તિને સમજવા માટેની વ્યાખ્યામાં સુધારો કર્યો છે, તે આધુનિક અર્થશાસ્ત્રના પાયારૂપ ગણાય છે.
દુનિયાના અર્થશાસ્ત્રીઓએ સંપત્તિના ઉદ્ભવ અને તેની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરીને કેટલાક મહત્ત્વના અને મુશ્કેલ પ્રશ્નો ઊભા કર્યા, જેને લીધે સંપત્તિનો ખ્યાલ જ બદલાઈ ગયો. સંપત્તિ એટલે શું? માણસ ખરો સંપત્તિવાન ક્યારે બને છે? એક માણસ બધાને કઈ રીતે સંપત્તિવાન બનાવી શકે?
આપણે હવે એ પ્રશ્નો પર આવીએ જે આપણી જાતને આપણે લગભગ દરરોજ પૂછીએ છીએ. શું આપણને પૈસા અને સંપત્તિની જરૂર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે? જવાબ જો ‘હા’ હોય તો કેટલી સંપત્તિ? પૈસા કમાવાનું આપણે ક્યારે બંધ કરવું? શું એવી સ્થિતિ આવે છે જ્યારે આપણે કહીએ, ‘બસ! હવે વધારે પૈસાની મારે જરૂર નથી.’ સંપત્તિવાન બનવાના સિદ્ધાંતને જો સાચી રીતે સમજીશું, તો તેનો અમલ પણ આપણે સારી રીતે કરી શકીશું. જો તમારે ધનવાન બનવું હોય તો એ પણ એક કળા છે. તેની પાછળ વિજ્ઞાન પણ રહેલું છે. દુનિયાના મહાન અર્થશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે એવા ચાણક્યએ ‘અર્થશાસ્ત્ર’ નામનો એક વિવરણ ગ્રંથ લખ્યો છે. જેમાં સંપત્તિ અને સત્તા તથા તે પ્રાપ્ત કરવા માટેની તેમની સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય થાય છે. આગળ વધીએ તે પહેલાં ચાણક્ય વિષે થોડી વાત કરી લઈએ.
કોણ હતા ચાણક્ય?
ચાણક્ય પોતે એક મહાન શિક્ષક ચણકના પુત્ર હતા તેથી ચાણક્ય કહેવાયા. તેઓ તક્ષિલાના બ્રાહ્મણ હતા અને તેમણે રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું. ચાણક્ય પોતે વિષ્ણુગુપ્ત તરીકે તથા કુટિલ ગોત્રના હોવાથી કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. એક માન્યતા મુજબ તેઓ ખૂબ ચતુર ચિંતક હોવાથી અને કૂટનો અર્થ ચાલાક થતો હોવાથી કૌટિલ્ય કહેવાતા હતા.
વ્યૂહરચનાકાર, મુત્સદ્દી, રાજકારણી, અર્થશાસ્ત્રી ઉપરાંત માનવ સ્વભાવના કુશળ નિરીક્ષક અને વિચારક તરીકે ચાણક્ય આજે પણ જાણીતા છે. અવરોધોને ઓળંગી જવાની અને દુશ્મનને પરાસ્ત કરવાની તેમની રીતો પ્રશંસનીય છે જે તેમની તીવ્ર બુદ્ધિપ્રતિભા દર્શાવે છે. રાજા ધનનંદના વિજેતા ધનનંદ પોતે નંદવંશનો નવમો અને છેલ્લો રાજા હતો જે તેની પ્રજા અને પાડોશી રાજ્યોમાં અણગમતો હતો. રાજા અને શાસક તરીકેની તેની ફરજ પ્રત્યે બેદરકાર હતો. ધનનંદના પ્રધાન અમાત્ય રાક્ષસની રાજ્ય પ્રત્યેની વફાદારીને કારણે તેના રાજ્ય મગધનો કારભાર ચાલતો હતો. ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની સેના દ્વારા થયેલા ધનનંદના પરાજયની કથા જાણીતી છે. અલબત્ત, એ વાત ખાસ જાણીતી નથી કે ચંદ્રગુપ્ત મૌર્યએ મગધનું રાજ્ય સંભાળ્યા પછી ચાણક્યએ અમાત્ય રાક્ષસને જ ત્યાંના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખ્યો હતો. કાબેલ પ્રધાનને ગુમાવવાનું કોને ગમે? ચંદ્રગુપ્તના ગુરુ સારા વિદ્યાર્થીને માર્ગદર્શન માટે જો સારા ગુરુ મળે તો તે સત્તા અને કીર્તિના સિંહાસને ઝડપથી પહોંચી શકે. ચાણક્ય-ચંદ્રગુપ્તની જોડી ભારતના ઇતિહાસમાં બહુ જ લોકપ્રિય છે. નિમ્ન જાતિના, ગામડાના એક છોકરાને ચાણક્યએ શિક્ષણ, માર્ગદર્શન અને સલાહ આપીને ભારતના સમ્રાટના પદ સુધી કઈ રીતે પહોંચાડ્યો એની ઘણી કથાઓ પ્રચલિત છે. એ જમાનામાંમાણસનો વ્યવસાય નક્કી કરવામાં જાતિપ્રથા મુખ્ય ભાગ ભજવતી હતી. બુદ્ધિશાળી લોકો અને બ્રાહ્મણોને એ ગમ્યું નહોતું કે એક સામાન્ય છોકરો કે જે ક્ષત્રિય નહોતો, અને યોદ્ધો પણ નહોતો, તેને સમ્રાટ બનવાની તાલીમ અપાઈ રહી હતી. આમ છતાં ચાણક્યએ ચંદ્રગુપ્તને તાલીમ આપવાનું ચાલુ રાખ્યું હતું, કેમ કે તેમની દૃષ્ટિએ એ જ સમ્રાટ બનવા માટે લાયક હતો. સિકંદરનો પરાજય સિકંદર આખી દુનિયા પર વિજય મેળવવા માટે નીકળ્યો હતો. એ યુગમાં શક્તિનું પ્રદર્શન બાહુબળ અને સૈન્ય વડે કરવામાં આવતું હતું. સિકંદર જેવો યુવાન, શક્તિશાળી અને પ્રતિભાશાળી નેતા એવું માનતો હતો કે સારાં શસ્ત્રસરંજામ અને ઉત્સાહી સૈન્યથી તે આખી દુનિયાને જીતી શકે છે. ભારતની સરહદે પહોંચીને તેને જણાયું કે તેણે તદ્દન જુદી જ સત્તા સામે યુદ્ધ કરવાનું છે અને એ છેઃ ચાણક્યની બુદ્ધિ. યુદ્ધો રણભૂમિ પર લડાતાં નથી, પણ નેતાઓ અને વ્યૂહરચના ગોઠવનારાની મનોભૂમિ પર લડાતાં હોય છે. મહાન સિકંદરનું સામ્રાજ્ય ભારતમાં સ્થપાયું નહીં, કારણ કે ચાણક્ય તેમના રાજાને રાજ્ય અને યુદ્ધની બાબતે માર્ગદર્શન આપી રહ્યા હતા. એટલું જ નહીં, યુદ્ધો તો પેઢી દર પેઢી ચાલ્યા જ કરે છે એવું જાણતા હોવાથી ચાણક્યએ ગ્રીકોનો ભય હંમેશ માટે નાબૂદ કરી દેવાની યોજના બનાવી હતી. એથી તેમણે ચંદ્રગુપ્તના લગ્ન સિકંદરના સેનાપતિ સેલ્યુકસની પુત્રી સાથે કરાવીને કાયમી સંધિ કરાવી દીધી.
‘અર્થશાસ્ત્ર’ અને ‘નીતિશાસ્ત્ર’નું લેખન
ચાણક્ય માત્ર સારા શિક્ષક જ નહોતા, આર્ષદ્રષ્ટા પણ હતા. શિક્ષણ ફક્ત ક્લાસરૂમ પૂરતું અને ક્લાસના હાજર વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત હોય છે. શિક્ષકે લખેલાં પુસ્તકો દૂર દૂર સુધી પહોંચે છે અને એ રીતે તેમનું શિક્ષણ તેમની હાજરી વગર પણ ભવિષ્યના વિદ્યાર્થીઓ એ સુધી પહોંચે છે. આધુનિક સંસ્થાઓ આજે જેની વાત કરે છે એ, વિચારોના દસ્તાવેજીકરણનું મહત્ત્વ ચાણક્ય બરાબર સમજતા હતા. દસ્તાવેજીકરણ વિનાના વિચારો સમય જતાં ભુલાઈ જાય છે, ગુમ થઈ જાય છે અને તેનો નાશ થાય છે. દસ્તાવેજીકરણ થયેલા વિચારો આવનારી પેઢીઓ સુધી સચવાય છે અને તેમાં સુધારાવધારા પણ થઈ શકે છે. ચાણક્યએ વિવરણ ગ્રંથો એટલા માટે લખ્યાં કે તેમના મૃત્યુ પછી પણ રાજાઓ તેનો અભ્યાસ કરીને સારી રીતે રાજ્ય કેમ ચલાવવું એ શીખી શકે. તેમનાં પુસ્તકો આજે પણ વાચકોને ઘણું માર્ગદર્શન આપે છે.
ચાણક્યનું ‘અર્થશાસ્ત્ર’ અહીં આપણે ‘અર્થશાસ્ત્ર’ વિશે ચર્ચા કરીશું. અર્થ એટલે સંપત્તિ અને શાસ્ત્ર એટલે તેનું જ્ઞાન. ઈસુ પૂર્વે ચોથી સદીમાં લખાયેલ આ ગ્રંથ આર્થિક નીતિ, રાજકીય વ્યવસ્થા અને લશ્કરી વ્યૂહરચના પરનો વિવરણ ગ્રંથ છે. તેમાં 6000 સૂત્રોનો સમાવેશ થાય છે જેમાં સંપત્તિની ઓળખ, સંપત્તિનો ઉદ્ભવ, સંપત્તિનું વ્યવસ્થાપન અને સંપત્તિની વહેંચણી વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં ચાણક્ય વિવિધ થિયરીઓનો ઉલ્લેખકરે છે. તેની વિભાવનાઓની ચર્ચા કરીને તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરે છે. તેમાંની કેટલીક થિયરીઓનો અસ્વીકાર કરે છે તથા બાકીનીનું ઘડતર કરે છે. બીજા અર્થશાસ્ત્રીઓની જે થિયરીઓ પોતે જાણતા હતા તેનો વિરોધ કરવાને બદલે તે પોતાની થિયરીઓ રજૂ કરે છે. ‘અર્થશાસ્ત્ર’માં ચાણક્ય ઘણા વિચારો આપણી સમક્ષ મૂકે છે, જેમાં સમસ્યાઓ પ્રત્યેનો તેમનો વિશિષ્ટ અને નવીન અભિગમ પ્રગટ થાય છે. રસપ્રદ વાત એ છે કે તેમના ઘણા વિચારો સમયની કસોટી પર ખરા ઊતર્યા છે અને મોટા ભાગના વિચારો આજે પણ પ્રસ્તુત રહ્યા છે.
આ પુસ્તક વિશે
વચાણક્યના પુસ્તક ‘અર્થશાસ્ત્ર’માં રજૂ થયેલાં સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનું વિગતવાર માર્ગદર્શન તમને આ પુસ્તકમાં મળશે. જો તમે એને સમજો (તે બહુ સરળ છે) તો તમે સંપત્તિના એક જુદા જ વર્તુળમાં મુકાશો. પછી તમને નવાઈ લાગશે કે અઘરું દેખાતું આ કામ ખરેખર તો બહુ સહેલું છે. શરૂઆતમાં તમને થોડી તકલીફ પડશે, કારણ કે આ તદ્દન નવી જ દિશા છે, પણ પહેલું પગલું ભરો અને ચાલવા લાગો એટલે તમે સફળતા તરફ આગળ વધવા માંડશો. તમારે કઈ પદ્ધતિ અપનાવવી એનો હું તમને ખ્યાલ આપું જેથી કરીને સંપત્તિના તમારા માર્ગનો નકશો દોરવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો. કેપિટલ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ જેવા
જો તમે જન્મથી ધનિક હો, તો મૃત્યુ વખતે પણ ધનિક હો એવા દિવસો હવે રહ્યા નથી. આજે તો ચીંથરેહાલમાંથી માલેતુજારની જેમ જ માલેતુજારમાંથી ચીંથરેહાલ બનવાના કિસ્સા સામાન્ય બની ગયા છે. ‘Time is money’ના આજના જમાનામાં તમારે ઓછામાં ઓછા સમયમાં વધુ ને વધુ સંપત્તિ ભેગી કરી લેવી જોઈએ. તમારાથી વધારે ધનિક માણસ નહીં, પણ તમારાથી હોંશિયાર માણસ જ તમારો મોટામાં મોટો હરીફ હશે. એક વખત મેં ‘કઈ રીતે ઝડપથી માલામાલ થવું’ એ વિષય પર લેક્ચર આપ્યું હતું જે તમે https://youtu.be/0_iJ66dplPw ઉપર જોઈ શકો છો. આ પુસ્તક વાંચતાં પહેલાં તમે એ વીિડયો ચોક્કસ જોઈ લેજો. ધનવાન બનવામાં ઘણો આનંદ મળે છે. એનાથી વધારે આનંદ બીજા લોકોને ધનવાન બનાવવામાં મળે
છે. શ્રીમંતાઈની દુનિયા તરફની તમારી સફરનો અહીંથી આરંભ કરો.
આન્વીક્ષિકી એટલે શું?
ચાણક્યએ કેટલાક શક્તિશાળી વિચારો રજૂ કર્યા હતા જે અન્ય ફિલસૂફો અને શિક્ષકોથી બિલકુલ જુદા છે. પહેલી વાત એ કે તેઓ માનતા કે ‘અર્થ એવ પ્રધાન:’ એટલે કે સંપત્તિ જ સર્વોપરી છે. જેઓ ફાઇનાન્સ અને નાણા વિશે સમજે છે તેઓ જાણે છે કે દુનિયા કઈ રીતે ચાલે છે. દુનિયા જે રીતને અનુસરે છે તે મુજબ, સંપત્તિનું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે, એક સ્થળેથી બીજા સ્થળે અને એક દેશમાંથી બીજા દેશમાં જવું. સંપત્તિ અને નાણા બાબતે કેટલાંક સૂક્ષ્મ પાસાં સાથે દુનિયા જોડાયેલી છે. સમાજમાં એક માણસને લોકો ખાસ પસંદ ન કરતાં હોય, પણ જો તેની પાસે પૈસો હોય તો તેના પૈસાને કારણે જ લોકો તેની સાથેનો વ્યવહાર બે વાર વિચારીને કરશે. માટે જ હું માનું છું કે માણસ અને પૈસા વચ્ચે એક મનોવૈજ્ઞાનિક નાતો રહેલો છે, જેને કારણે લોકો તેના ગુલામ બની જાય છે. માનવજાતના ઇતિહાસમા કેટલાંક મહાન બુદ્ધિશાળી માણસો પણ સંપત્તિ અને સંપત્તિવાન લોકોને શરણે ગયા છે. પોતાના મત ઉપર અડગ રહીને પૈસો જતો કરવાની નૈતિક હિંમત ભાગ્યે જ કોઈ માણસમાં જોવા મળે છે. ગૌતમ બુદ્ધે સત્યની શોધ માટે સંપત્તિ, સત્તા અને વૈભવને તિલાંજલિ આપી હતી. તાજેતરમાં વિપ્રોના ચૅરમૅન અઝીમ પ્રેમજીએ સમાજસેવાના ઉમદા કાર્યો માટે પોતાની મોટા ભાગની સંપત્તિનું દાન કર્યું હતું. ચાણક્ય પોતે વ્યવહારકુશળ ફિલસૂફ હતા. તેઓ જાણતા હતા કે કોઈ પણ સિદ્ધિ મેળવવા માટે પૈસાનો એક સાધન તરીકે ઉપયોગ થઈ શકે છે. અલબત્ત, તેમને બરાબર ખબર હતી કે સંપત્તિનો ઉપયોગ અને તેની ગુલામી વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. નાણાકીય સત્તા એક વિચિત્ર સત્તા છે. એ સિવાયની રાજકીય સત્તા, હોદ્દાની સત્તા, સામાજિક કે બૌદ્ધિક સત્તા અને નાણાકીય સત્તા ત્યાં સુધી જ સારી છે જ્યાં સુધી તે માણસના અંકુશમાં રહે છે. પણ તે સત્તા જ્યારે પાછી ખેંચવામાં આવે ત્યારે તે માણસનો વિનાશ કરે છે. ભારતીય શાસ્ત્રોમાં માણસના જીવનમાં આવતું ધર્મસંકટ કે નૈતિક કટોકટીનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક ડગલું આગળ વધીને ચાણક્ય ધર્મસંકટને અર્થસંકટ સાથે જોડે છે. અર્થસંકટ એટલે કે નાણાકીય કટોકટી. ધર્મસંકટ અને અર્થસંકટ વચ્ચેનો તફાવત આપણે સમજીએ. ધર્મસંકટ અને અર્થસંકટ
Money is important
0 Comments